🔥 TRENDING ਅਦਾਲਤ ਨੇ ਸੁਣਾਈ ਉਮਰ ਕੈਦ, ਸਾਬਕਾ SSP ਨੂੰ... Teen Sought in Hoopa Fatal Shooting; V... Police watchdog updates probe after of... Major Update on Kebab Shop Shooting Re... Nearly 14,000 Passengers Caught Riding... Kangana Ranaut Faces Online Criticism...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Dharm

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 29 Aug 2026, 12:56 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Dharm

અહેવાલ: BAPS સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભવ્ય પૂનમ સભાનું આયોજન
દેવગઢ બારીયા:
તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવારના રોજ દેવગઢ બારીયા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે રક્ષાબંધનના પવિત્ર અવસરે વિશેષ 'પૂનમની સભા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૭:૦૦ થી ૮:૪૫ કલાક દરમિયાન યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજના પૂનમના મુખ્ય યજમાન તરીકે પ.ભ. અક્ષયભાઈ સુથારએ લાભ લીધો હતો.
સભાની વિશેષતાઓ અને કાર્યક્રમ:
વિશેષ વક્તૃત્વ અને લાભ: રક્ષાબંધનના પવિત્ર અવસરે દેવગઢબારીયા વિસ્તારમાં વિચરણ કરતાં પૂજ્ય વર્ણીનાથ સ્વામી દ્વારા કથાવાર્તા નો લાભ પ્રાપ્ત થયો હતો તેમજ સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય *વિવેકનીષ્ઠ* સ્વામીની દિવ્ય સાનિધ્ય દ્વારા સુંદર કથાવાર્તા નો લાભ પ્રાપ્ત થયો હતો.સંતોએ પોતાના વક્તવ્યમાં રક્ષાબંધન પર્વનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું.
રાખી ઉત્સવ: સભાના અંતે સંતો દ્વારા તમામ હરિભક્તોને સ્નેહપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી, જેનાથી ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
ભક્તિમય માહોલ: ધૂન, પ્રાર્થના અને કીર્તનોથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સભાના અંતે ભગવાનની આરતી અને મહાપ્રસાદ સાથે આ પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
સંતોના આશીર્વાદ અને રાખડીના પવિત્ર સ્મરણ સાથે હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અહેવાલકર્તા:
હેમંતભાઈ સોની
BAPS સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા.
📲Get App