🔥 ट्रेंडिंग दतिया: जौरी ग्राम पंचायत में युवा सरपं... एनआईआईआईके ने हनी सिंह की नई शैली के ल... भारतीय गायक टाबा चाके ने शुरू किया यूर... पूर्व सांसद के परिवार के छह सदस्य एक घ... झारखंड में सामान्य मानसून, पर असाधारण... झारखंड के ‘प्रिंस’ शिखर मोहन का इरानी...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

સાબરકાંઠાના-:હિંમતનગરમાં DGP-CUP એથલેટીક્સ અને સાયકલીંગ 2026નું રંગારંગ સમાપન: 260થી વધુ પોલીસ ખેલાડીઓએ લીધો ભાગ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 02:10 AM 👁 18
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં-:પોલીસના યજમાનપદે હિંમતનગર ખાતે યોજાયેલી ચાર દિવસીય DGP-CUP એથલેટીક્સ એન્ડ સાયકલીંગ 2026 સ્પર્ધાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં 22 ટીમોના 260થી વધુ પોલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને મેડલ તથા ટ્રોફી એનાયત કરાઈ હતી..

સાબરકાંઠાના-:
હિંમતનગરના ભોલેશ્વર ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસના યજમાનપદે યોજાયેલી ચાર દિવસીય DGP-CUP એથલેટીક્સ એન્ડ સાયકલીંગ 2026 સ્પર્ધાનો ગુરુવારે સાંજે ભવ્ય અને રંગારંગ સમાપન સમારોહ યોજાયો હતો.આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની 22 ટીમોના 260થી વધુ પોલીસ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.ગત 28 સપ્ટેમ્બરથી સાબર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી આ સ્પર્ધા દરમિયાન સવાર અને સાંજના સમયે એથલેટીક્સની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે હિંમતનગર-વિજાપુર-ઈડર બાયપાસ રોડ પર સાયકલીંગ તથા વોકિંગ રેસ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી.સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IG) વિરેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો..

સમાપન સમારોહમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા,હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લાના 3 નાયબ પોલીસ અધિક્ષક તેમજ અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમાપન કાર્યક્રમની શરૂઆત તમામ ટીમોના ખેલાડીઓની માર્ચપાસ્ટથી થઈ હતી,ત્યારબાદ મહિલા અને પુરુષોની 400 મીટર રીલે સ્પર્ધા યોજાઈ હતી.વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી..

સમાપન સમારોહને સાંસ્કૃતિક કાર્યક્રમોથી પણ વધુ આકર્ષક બનાવવામાં આવ્યો હતો.મહિલા બેન્ડ દ્વારા પ્રભાવશાળી કરતબ રજૂ કરાયા હતા,જ્યારે પોશીના વિસ્તારની દીકરીઓએ પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબાની રજૂઆતે પણ સૌના દિલ જીતી લીધા હતા.સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોને બેસ્ટ મેલ એથલેટ,બેસ્ટ ફીમેલ એથલેટ,બેસ્ટ મેલ ટીમ,બેસ્ટ ફીમેલ ટીમ અને બેસ્ટ ઓવરઓલ ચેમ્પિયનશિપ સહિતની ટ્રોફી એનાયત કરાઈ હતી.અંતે આતશબાજી સાથે સમાપન પરેડ યોજાઈ હતી અને DGP-CUP એથલેટીક્સ એન્ડ સાયકલીંગ 2026નું ભવ્ય સમાપન થયું હતું.
📲Get App