🔥 ट्रेंडिंग केंद्रीय मंत्री भूपेंद्र यादव 3-4 अक्ट... Bidar city news તરણેતર મેળામાં મારામારી: બે જૂથો વચ્ચે... हंडिया गांव में जल जमाव से फैली बीमारि... भागलपुर में दिखा नया प्रवासी पक्षी, पक... किशनगढ़ में भीषण सड़क दुर्घटना, दो की...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

હિંમતનગરમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ ૨૦૨૬નું સમાપન: આર્મ્ડ યુનિટ ઓવરઓલ ચેમ્પિયન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 अक्टू. 2026, 11:35 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે યોજાયેલ 'DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ - ૨૦૨૬' રમતોત્સવનું ભવ્ય સમાપન થયું. આર્મ્ડ યુનિટ ઓવરઓલ ચેમ્પિયન બન્યું.

સાબરકાંઠા પોલીસના યજમાનપદે સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ 'DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ - ૨૦૨૬' રમતોત્સવનો ભવ્ય સમાપન અને પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન થયો.

ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ આ સમાપન સમારોહમાં સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (IPS) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ખેલાડીઓ, કોચ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓ અને ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્મ્ડ યુનિટ આ સ્પર્ધામાં ઓવરઓલ ચેમ્પિયન બન્યું.
📲Get App