Sports
હિંમતનગરમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ ૨૦૨૬નું સમાપન: આર્મ્ડ યુનિટ ઓવરઓલ ચેમ્પિયન
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ ૨૦૨૬ રમતોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો. આર્મ્ડ યુનિટ ઓવરઓલ ચેમ્પિયન બન્યું.
સાબરકાંઠા પોલીસના યજમાનપદે સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ 'DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ ૨૦૨૬' રમતોત્સવનો ભવ્ય સમાપન અને પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન થયો. આ સ્પર્ધામાં આર્મ્ડ યુનિટ ઓવરઓલ ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.
ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ સમાપન સમારોહમાં સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (IPS) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ખેલાડીઓ, કોચ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા હતા.