🔥 TRENDING आलापल्लीत अवैध दारू विक्री विरोधात साख... लोहरदगा के कुजरा गांव में खूंखार तेंदु... प्रधानमंत्री आवास योजना सूची में अनियम... गढ़मुक्तेश्वर: श्रीमद् भागवत कथा के चत... न्यायालय परिसर की सुरक्षा व्यवस्था का... Tabiyat bigde se hui kisori ki mot
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

હિંમતનગર-વિજાપુર માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન: DGP કપ સાયક્લિંગ અને વોક રેસને કારણે વાહનવ્યવહાર પર અસર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 08:48 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ દ્વારા DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હિંમતનગર-વિજાપુર માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે..

સાબરકાંઠા પોલીસના યજમાનપદે DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત તા. 30 સપ્ટેમ્બર 2026ના રોજ સાયક્લિંગ ઇવેન્ટ અને તા. 1 ઓક્ટોબર 2026ના રોજ વોક રેસ ઇવેન્ટ યોજાનાર છે. ખેલાડીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના હેતુસર, આ ઇવેન્ટ દરમિયાન હિંમતનગર-વિજાપુર માર્ગ પર નિયત સમય માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે..

સાયક્લિંગ ઇવેન્ટ તા. 30 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 05:00 થી 09:00 કલાક દરમિયાન યોજાશે. ત્યારબાદ, વોક રેસ ઇવેન્ટ તા. 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે 05:00 થી 10:00 કલાક દરમિયાન આયોજિત થશે. આ બંને ઇવેન્ટ્સને કારણે વાહનવ્યવહારને અસર થશે.પ્રતિબંધિત માર્ગમાં હિંમતનગર બાયપાસ ટોલટેક્સથી શરૂ કરીને RTO સર્કલ,પોલાજપુર સ્ટેન્ડ, લાલપુર, સતનગર, દેધરોટા સ્ટેન્ડ, નવાનગર, દેરોલ, સારોલી અને દેરોલ પુલ સુધીનો હિંમતનગરથી વિજાપુર તરફ જતો ડાબી બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, વાહનવ્યવહારને જમણી બાજુના માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવશે..
📲Get App