🔥 TRENDING ભુજમાં સમાજ કલ્યાણ નિરીક્ષકો લાંચ લેતા... नवापूर तालुक्यातील नागझरी गावात पावसाअ... सुमेरपुर: बाबागाँव में श्री महालक्ष्मी... अमित शाह ने ‘भारतीय न्याय संहिता’ आधार... Court Acquits Son in 2008 Patricide Ca... Flydubai Captain Shares Mid‑Air Incide...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજુલામાં CSPC દ્વારા જળ સાક્ષરતા કાર્યશાળા: ૨૦ ગામોના ૧૨૦ પ્રતિનિધિઓએ જળ સુરક્ષાનો સંકલ્પ લીધો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 03 Oct 2026, 06:08 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

CSPC સંસ્થા દ્વારા IDBI પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા ખાતે જળ સંકટ અને ભૂગર્ભ જળના તળ ઊંડા જવાની સમસ્યા સામે ગ્રામીણ વિસ્તારોને સક્ષમ બનાવવા એકદિવસીય જળ સાક્ષરતા કાર્યશાળા યોજાઈ, જેમાં ૨૦ ગામોના ૧૨૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.

રાજુલા ખાતે CSPC સંસ્થાના IDBI પ્રોજેક્ટ અંતર્ગત વૈરતા જળસંકટ અને ભૂગર્ભ જળના તળ ઊંડા જવાની સમસ્યા સામે ગ્રામીણ વિસ્તારોને સક્ષમ બનાવવા માટે ‘જળ સાક્ષરતા’ અંગે એકદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સંરક્ષણ અને વિવેકપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યશાળામાં કુલ ૨૦ ગામોના ૧૨૦થી વધુ વોટર યુઝર ગ્રુપના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રતિનિધિઓએ જળ સુરક્ષા માટે સંગઠિત પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો, જે પાણી બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

સંસ્થાના સિનિયર પ્રોગ્રામ મેનેજર કેતનભાઈ હિંગુએ સહભાગીઓને આવકારીને સમુદાયની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યશાળા દરમિયાન, નિષ્ણાત ટ્રેનર ગૌરવભાઈ ઠક્કરે પ્રેઝન્ટેશન અને ફિલ્મો દ્વારા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી સહભાગીઓ પાણી બચાવવાની નવી પદ્ધતિઓ શીખી શકે.

એરિયા મેનેજર ચંદ્રશેખરભાઈ શ્રીવાડકરે ખેડૂતોને ટપક-ફુવારા પદ્ધતિ અપનાવવા તેમજ ‘ખેત ત્યાં તલાવડી’ અને રેનવોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ) જેવી યોજનાઓને જનઆંદોલન બનાવવા માટે આહવાન કર્યું હતું. બ્લોક કોઓર્ડીનેટર ઈકબાલભાઈ લાખા અને તેમની ટીમે પણ ગ્રામજનોને જળ સંરક્ષણ માટે સક્રિય રહેવા અને આ પ્રયાસોમાં સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
📲Get App