🔥 TRENDING નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિ... ઠાસરા વિધાનસભાના ધારાસભ્યએ વરસાદથી અસર... ભગવાન બિરસા મુંડા નામની નવી 8 બસોનું લ... પાર્કિં કરેલી આખે આખી કાર પાણીમાં ભારે વરસાદથી કંથરપુરા–રેગણ માર્ગ પર ના... ભારે વરસાદની સંભાવનાએ લોકો સાવધ રાજ્ય...
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો: વાહનચાલકો પર આર્થિક બોજ વધ્યો
Automobile

અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો: વાહનચાલકો પર આર્થિક બોજ વધ્યો

✍️ Reporter: Makwana Sanjaykumar Rameshbhai 🗓 01 Aug 2026, 12:44 PM 👁 19

CNGના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી CNGએ પ્રતિ કિલો ₹4નો વધારો ઝીંક્યો છે, જેના પગલે ભાવ ₹90.02 થી વધીને ₹94.02 પ્રતિ કિલો થયા છે.

શહેરમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે દૈનિક વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડી છે. અદાણી CNG દ્વારા પ્રતિ કિલોગ્રામ CNGના ભાવમાં ₹4નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ CNGનો નવો ભાવ ₹94.02 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ ₹90.02 પ્રતિ કિલો હતો.

આ ભાવ વધારાને કારણે ઓટો, ટેક્સી અને અન્ય CNG વાહન ચલાવતા ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને રોજિંદી કમાણી કરતા વાહનચાલકો માટે આ વધારો આર્થિક બોજ સમાન છે. અગાઉ પણ અનેક વખત CNGના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

CNGના ભાવમાં થયેલા આ સતત વધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડી રહી છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. વાહનચાલકો સરકાર પાસે ભાવ નિયંત્રણની માંગ કરી રહ્યા છે.
📲Get App