🔥 ट्रेंडिंग छावनी क्षेत्र में तेज आवाज में DJ बजान... बांसडीह के छाता गांव में मड़ुआ का आटा... आरा डिरेलमेंट में रेलवे बोर्ड की चेताव... असम राइफल्स ने मिज़ोरम में 5 करोड़ रुप... मिज़ोरम में त्रासदी: DD और PIB‑CBC अधि... चीन की सीमा तनाव के बीच भारत ने लद्दाख...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કરજણ ટોલટેક્સ પાસે CNG પંપ પર કારમાં ભયાનક બ્લાસ્ટ, લોકોમાં અફરાતફરી

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 02 अक्टू. 2026, 07:15 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરજણ ટોલટેક્સ નજીક આવેલા એક CNG પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન કારના સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કરજણ ટોલટેક્સ પાસે આવેલા એક CNG પંપ પર ગેસ રિફિલિંગ કરાવતી વખતે એક કારના સિલિન્ડરમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને કારણે પંપ પર હાજર વાહનચાલકો અને કર્મચારીઓમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ધડાકા એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ગેસ રિફિલિંગ દરમિયાન અચાનક કારમાં વિસ્ફોટ થાય છે.
📲Get App