🔥 TRENDING बहराइच में जिलाधिकारी ने दिव्यांग मुबी... CJP Targets Kerala, Announces 20,000 N... CBI raids Punjab CM Bhagwant Mann's ca... Lift installed two months ago collapse... Seven Killed in Head‑On Collision on B... जैसलमेर में पंचायती राज चुनाव का चरण ब...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર ઝેરી દારૂકાંડ: જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરીભાવનગર નકલી દારૂકાંડ મામલે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, 'રાજ્યના ગૃહમંત્રી અને CM રાજીનામું આપે'
Politics

ભાવનગર ઝેરી દારૂકાંડ: જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરીભાવનગર નકલી દારૂકાંડ મામલે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, 'રાજ્યના ગૃહમંત્રી અને CM રાજીનામું આપે'

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 22 Aug 2026, 12:12 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 19થી વધુ લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટના બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને મળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન જીજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને બુટલેગરોની મિલીભગતને કારણે જ રાજ્યમાં દારૂનું દુષણ વકર્યું છે.

વધુમાં, મેવાણીએ સ્થાનિક ભાજપના નેતાઓની સંવેદનહીનતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે અવિશ્વાસ વ્યક્ત કરતા આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માગ દોહરાવી હતી.
📲Get App