રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:
ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો ધડાધડ બંધ
રાજકોટના વેપારી મથક સમાન સાંગણવા ચોક વિસ્તારમાં CGST વિભાગની ટીમે 10 જેટલી દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન CGSTના અધિકારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો એક પછી એક ધડાધડ બંધ થઈ ગઈ હતી.
રાજકોટના સાંગણવા ચોક પાસે ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનમાં આવેલી છે.
લગભગ 40 વર્ષ જૂની આ બજાર છે, જ્યાં આજે (17 ઓક્ટોબર) બપોરે નવરાત્રિ દરમિયાન સેન્ટ્રલ જીએસટી દ્વારા રેડ પાડવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી.
અહીંના સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર તેમજ લાઇટિંગ પ્લાઝા સહિતની 10 જેટલી દુકાનોમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવતા હડકંપ મચી ગયો હતો. વેપારીઓ દ્વારા આ રેડના પગલે એક પછી એક દુકાનો બંધ કરવા માંડ્યાં હતાં, જેને લીધે આખી બજાર સૂમસામ જોવા મળી રહી હતી.
લાઇટિંગ પ્લાઝા નામની દુકાનના વેપારી ફકરુદ્દીન વોરાએ જણાવ્યું કે, આ વેપારીઓનો અવાજ છે અને વેપારીઓની તકલીફ છે, કોઈનો પર્સનલ પ્રશ્ન નથી.
સમગ્ર એસોસિએશન, વેપારી સંઘ અને મહાજન એક સાથે છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ વેપારીઓને લૂંટવાનું કામ કરે છે. જેથી સરકાર સુધી આ વાત પહોંચે અને તેમના દ્વારા ત્વરિત પગલા લેવામાં આવે. કારણ કે દિવાળીમાં નાના વેપારીઓ ધંધો કરતા હોય छे.