Crime
અરવલ્લીમાં CEIR પોર્ટલની મદદથી શામળાજી પોલીસે ગુમ થયેલ Vivo Y28 મોબાઈલ શોધી અરજદારને પરત કર્યો..
અરવલ્લી જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યો છે. આ મોબાઈલની કિંમત ૧૫,૫૦૦ રૂપિયા છે અને તેને 'તેરા તુજ કો અર્પણ' યોજના હેઠળ અરજદારને સોંપવામાં આવ્યો છે..
અરવલ્લીમાં-:
ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવામાં શામળાજી પોલીસ સ્ટેશનને સફળતા મળી છે.આ કાર્યવાહીમાં CEIR પોર્ટલની મદદ લેવામાં આવી હતી, જેના કારણે ગણતરીના દિવસોમાં જ અરજદારનો ગુમ થયેલ Vivo Y28 મોડલ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યો છે.આ મોબાઈલની કિંમત ૧૫,૫૦૦ રૂપિયા છે.આ કાર્યવાહી અરવલ્લી જિલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અને ચોરી થયેલ મોબાઈલ ફોનો શોધી કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને અનુસરતા કરવામાં આવી હતી.ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે ડી વાઘેલાએ ગુમ થયેલ મોબાઈલ ફોનો શોધવા અને ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પોલીસ ક્ષેત્રોને સુચનાઓ આપી હતી..
આ સુચનાઓના આધારે શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ એસ માલે પોલીસ સ્ટાફને અરજીના કામે ખોવાયેલ મોબાઈલ શોધવા માટે સૂચના આપી હતી.પોલીસ સ્ટાફે CEIR પોર્ટલની મદદથી મોબાઈલનું લોકેશન મેળવીને તેને સહી સલામત રીતે શોધી કાઢ્યો છે.રિકવર કરેલ મુદ્દામાલ Vivo Y28 મોડલ મોબાઈલ ફોન (કિંમત ૧૫,૫૦૦ રૂપિયા) 'તેરા તુજ કો અર્પણ' યોજના હેઠળ અરજદારને પરત સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.માલ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કેશુભાઈ (શામળાજી પોલીસ સ્ટેશન) અને I.T EXPERT ઉત્પલ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે.શામળાજી પોલીસને ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવામાં મળેલી આ સફળતાથી પોલીસ વિભાગે ગુમ થયેલ ચોરીના માલ શોધવાની પ્રક્રિયામાં ટેકનિકલ મદદની અસરકારકતા સાબિત કરી છે.