🔥 ट्रेंडिंग निशा कंवर राठौड़ बनीं NCC में कमिश्नर... भारी बारिश से जनजीवन अस्त-व्यस्त, ग्रा... Machhimaro upar sankat ఆదిలాబాద్:52 అడుగుల మహా వినాయకుడి నిమజ... केएए पीजीसीईटी 2026 के अंतिम सीट आवंटन... कर्नाटक के मुख्यमंत्री ने बेंगलुरु के...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: ગાડી ટકરાવવાની બાબતે સગીર પર દુકાનમાં ઘૂસી હુમલો, CCTVમાં ઘટના કેદ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 सित. 2026, 01:00 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં ગાડી ટકરાવવાની સામાન્ય બાબતે એક 17 વર્ષીય સગીર પર સાતથી આઠ લોકોના ટોળા દ્વારા દુકાનમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સગીર અને તેના કાકાને ઈજા પહોંચી હતી.

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં રસ્તા પર ગાડી ટકરાવવાની સામાન્ય બાબતે એક 17 વર્ષીય સગીર, અમાન પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર થયેલી મારામારી બાદ સાંજના સમયે સાતથી આઠ જેટલા લોકોનું ટોળું દુકાનમાં ઘૂસી ગયું હતું અને અમાન તથા તેના કાકા પર અચાનક હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટોળા પૈકી એક વ્યક્તિના હાથમાં હથિયાર જેવી વસ્તુ પણ હતી. હુમલાખોરોએ અમાન અને તેના કાકાને ગાળો આપી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં બંનેને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર ઘટના બાદ સમગ્ર મામલો કારંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.
📲Get App