🔥 TRENDING समस्तीपुर में SIR विरोध में माले (CPI‑... Centre OKs ₹993.64 Crore Upgrade of NH... हरिनगर वार्ड 183 में आयोजित निःशुल्क न... Sikkim launches ₹994 crore highway upg... Mizoram Govt Saves Rs 15 Cr Annually a... Mizoram Councils Hit by ₹159.59-Crore...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોરમાં એકસાથે બે દીપડા CCTVમાં કેદ, ગ્રામજનોમાં ભયનો માહોલ
Local

ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોરમાં એકસાથે બે દીપડા CCTVમાં કેદ, ગ્રામજનોમાં ભયનો માહોલ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 08 Sep 2026, 12:42 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એકસાથે બે દીપડા સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં દીપડાઓની સતત અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અવારનવાર દીપડાઓ ગામની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા હોવાથી સ્થાનિક લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ દરમિયાન વણાકપોર ગામમાં આવેલા એક સિલિકા પ્લાન્ટમાં રાત્રિના આશરે ૮ વાગ્યાના અરસામાં એકસાથે બે દીપડા ફરતા હોવાની ઘટના સામે આવી છે. આ બંને દીપડા પ્લાન્ટના પરિસરમાં મુક્તપણે વિહરતા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઔદ્યોગિક પ્લાન્ટમાં એકસાથે બે દીપડા નજરે પડતાં વણાકપોરના ગ્રામજનોમાં ફફડાટ વધી ગયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ દીપડાઓની અવરજવર પર ચાંપતી નજર રાખવા અને વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App