🔥 TRENDING હાલરીયા ગામમાં કાઠી ક્ષત્રિય સમાજની મિ... Southeast Asia Surpasses India in Adop... RSS leader Hosabale says India's rise... Narendra Modi at 76: A Political Lion... Deccan Herald Publishes Critical Edito... Mandaadi Hits ₹2.5 Crore on Day 12, St...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા તાલુકાના વાવ ગામમાં BVC કંપનીનો કેમિકલ ભરેલો ટ્રક અટકાયો
Local

વાગરા તાલુકાના વાવ ગામમાં BVC કંપનીનો કેમિકલ ભરેલો ટ્રક અટકાયો

✍️ Reporter: Shahid Mansuri 🗓 10 Sep 2026, 06:04 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામલોકોએ કેમિકલ ટ્રકને રોકી, તીવ્ર દુર્ગંધ અને શ્વાસની તકલીફ અંગે તાત્કાલિક તપાસની માંગ કરી.

વાગરા તાલુકાના વાવ ગામમાં BVC કંપનીનો કેમિકલ ભરેલો ટ્રક ગામમાં પસાર થતો હતો, ત્યારે ગામલોકોએ તેને અટકાવી. ટ્રકમાંથી આવતી તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા, જેનાથી સ્વાસ્થ્યને ગંભીર ખતરો જણાયો.

ગ્રામજનોનું કહેવું છે કે કેમિકલની તીવ્ર દુર્ગંધથી શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો વધી રહી છે. આ પરિસ્થિતિને લઈને તેઓ તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાંની માંગ કરે છે.

સાથે સાથે, ગ્રામ્ય રસ્તાઓ પર ભારે વાહનોના પસારને કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. સ્થાનિકોનું આક્ષેપ છે કે GPCB ને જાણ કરવા છતાં અને GIDC કક્ષાએથી યોગ્ય પ્રતિસાદ ન મળ્યો, જેના કારણે તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ થઈ છે.

કડોદરા ગ્રામ પંચાયતના પ્રતિબંધક બોર્ડ હોવા છતાં ભારે વાહનો કેવી રીતે ગામમાં ઘુસ્યા, એ બાબતે અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા આપી નથી. કંપનીના અધિકારીઓ સાથે વાતચીતમાં પણ ગામજનોને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

હવે ગામજનો માંગ કરે છે કે કેમિકલનું નામ, વાહનની પરવાનગી અને સલામતી ધોરણોની તાત્કાલિક તપાસ થાય, અને તંત્ર દ્વારા કડક પગલાં લેવાય જેથી સ્થાનિકોનો અવાજ દબાઈ ન જાય.
📲Get App