🔥 TRENDING અકીલ સૈયદની કસ્ટડીમાંથી ગેરકાયદે હથિયા... Flash floods in Nepal leave 320 Indian... Suspended Constable Flees After Rape F... Batsman scores twin centuries in Test,... Varun Chakaravarthy Birthday Special:... Sri Lanka Tail-Enders Outlast Openers...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુઈગામના નડાબેટ ખાતે BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

✍️ Reporter: Lalabhai D Darji 🗓 29 Aug 2026, 01:02 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર નડાબેટ બોર્ડર પર પહોંચ્યા...

​સુઈગામના નડાબેટ ખાતે BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી...

​જવાનોને રાખડી બાંધીને પાઠવી રક્ષાબંધનની શુભકામનાઓ...

​દેશની સુરક્ષા કરી રહેલા જવાનો માટે માં નડેશ્વરીને પ્રાર્થના કરી...

ગેની બેન ઠાકોર સાંસદ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી – નડાબેટ ખાતે દેશના જવાનોને રાખડી બાંધી

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે નડાબેટ ખાતે દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.

દેશની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા આપણા વીર જવાનોને માં નડેશ્વરી હંમેશા સુરક્ષિત રાખે અને તેમનું જીવન સુખ, શાંતિ તથા સ્વસ્થતાથી ભરપૂર રહે તેવી માં નડેશ્વરીના ચરણોમાં પ્રાર્થના કરી.

આ પવિત્ર દિવસે સમગ્ર ગુજરાતમાંથી નડાબેટ ખાતે જવાનોને રાખડી બાંધવા આવેલી વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે પણ મુલાકાત કરી તેમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી.

દેશની સરહદે તૈનાત જવાનોને સલામ…
જય હિંદ!
📲Get App