🔥 TRENDING Automobile Experts Warn Against Engagi... Captain Shreyas Iyer cites consistent... India vs New Zealand T20 series to kic... GST Council Proposes Simplified Tax Me... Delhi Court Grants Bail to CPI Leaders... Health Worker Dies in Suspicious Circu...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત BRTS કોરિડોરમાં ગેરકાયદે પ્રવેશ: GSRTC વોલ્વો બસ ડ્રાઈવરે દાદાગીરી કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Oct 2026, 07:07 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં BRTS કોરિડોરમાં ખાનગી અને સરકારી વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, GSRTC વોલ્વો બસ ડ્રાઈવરે દાદાગીરી કરી ગેરકાયદે પ્રવેશ કર્યો.

સુરત શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની લાઈફલાઈન ગણાતા BRTS કોરિડોરમાં ખાનગી કે બહારના વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઊડતા જોવા મળ્યા છે.

ભેસ્તાન સ્થિત નવફ્લોરિંગ નજીક GSRTCની વોલ્વો બસના ચાલકે દાદાગીરી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

સામાન્ય વાહનચાલકો તો ઠીક, પરંતુ સરકારી એસટી બસના ચાલકે ટ્રાફિક અને સુરક્ષાના નિયમો નેવે મૂકી BRTS ટ્રેકમાં ગેરકાયદે ઘૂસી ગયો હતો.

આ પ્રકારની ઘટનાઓથી ટ્રાફિક સલામતી અને BRTS કોરિડોરની કાર્યક્ષમતા જોખમમાં પડી શકે છે, તેથી અધિકારીઓને નિયમોનું કડક અમલ કરવાની જરૂર છે.
📲Get App