🔴 BREAKING NEWS વિરમગામ-અમદાવાદ હાઈવે પર સચાણા ગામ પાસે અકસ્માતોની હારમાળા! એકસાથે 5 ટ્રક અથડાતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
વિરમગામ-અમદાવાદ હાઈવે પર સચાણા ગામ પાસે એકસાથે પાંચ ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સર્જાયેલી આ ઘટનાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.સદ નસીબે કોઈ જાન હાની થયેલ નથી
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ