🔥 TRENDING Sonpur Mela 2026: Saran Admin Inspects... Birendra Lal’s body found in Kuil Rive... ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಅವರ 'ಮೈಸಾ' ನವೆಂಬರ್ 27 ರ... Alia Bhatt Defends Marriage to Ranbir... शहडोल में जनजातीय कार्य विभाग पर भ्रष्... Alia Bhatt's Witty 'General Knowledge'...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Botu vara ni Dadagiri

✍️ Reporter: Sabir Haji 🗓 20 Nov 2026, 09:29 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

પોરબંદર જિલ્લાના માધવપુર દરિયાકાંઠે નાના માછીમારો (હોડીધારકો) પર 15 થી 20 મોટી બોટના ચાલકો દ્વારા કરાયેલા હુમલા અને જીવલેણ પીછાના મામલે નાના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાના માછીમારોનો સ્પષ્ટ આક્ષેપ છે કે માંગરોળ, પોરબંદર અને વેરાવળ એસોસિએશનના પ્રમુખે છૂટ આપી છે તો આટલી દાદાગીરી દરિયામાં કરે છે.
એસોસિએશન પ્રમુખોની છૂટથી મોટી બોટો બેફામ
ભોગ બનનાર નાના માછીમારોનું કહેવું છે કે દરિયામાં જ્યારે તેઓ પોતાની નાની હોડીઓ લઈને માછીમારી કરવા જાય છે, ત્યારે 15 થી 20 મોટી બોટો એકસાથે ધસી આવે છે અને મારી નાખવાના ઈરાદે પાછળ પડી હુમલો કરે છે. નાના માછીમારોએ સીધો આરોપ લગાવ્યો છે કે માંગરોળ, પોરબંદર અને વેરાવળના એસોસિએશન પ્રમુખોએ નાના હોડીવાળા અને નાના માછીમારોને હેરાન કરવાની છૂટ આપી દીધી છે, જેના કારણે જ મોટી બોટવાળા દરિયામાં આટલી હદ સુધી દાદાગીરી કરી રહ્યા છે.
નુકસાન કહેવા જાય તો પણ દાદાગીરી
નાના માછીમારોએ જણાવ્યું છે કે મોટી બોટોના ત્રાસથી નાના માછીમારોને દરિયામાં મોટું નુકસાન થાય છે. જ્યારે નાના માછીમારો પોતાનું નુકસાન કહેવા કે રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમની સામે પણ મોટી બોટવાળા દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. આમ, એક તરફ દરિયામાં હુમલા અને બીજી તરફ નુકસાનની વાત કરવા જતાં દાદાગીરી થવાથી નાના માછીમારો લાચાર બન્યા છે.
નાના માછીમારોને ધંધો કરવા દેતા નથી
નાના માછીમારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "મોટી બોટવાળા અમને દરિયામાં શાંતિથી ધંધો કરવા દેતા નથી. માંગરોળ, પોરબંદર અને વેરાવળ એસોસિએશનના પ્રમુખે છૂટ આપી છે તો આટલી દાદાગીરી દરિયામાં કરે છે." મોટી બોટોની આ દાદાગીરી અને હુમલાના ભયને કારણે નાના માછીમારોની રોજીરોટી છીનવાઈ રહી છે અને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે.
કડક કાર્યવાહી અને સુરક્ષાની માંગ
આ સમગ્ર ઘટનાને લઈને માધવપુરના નાના માછીમારોએ તંત્ર, ફિશરીઝ વિભાગ અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે દરિયામાં દાદાગીરી અને હુમલો કરનાર બોટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ નાના માછીમારોને સુરક્ષા આપી તેમનો ધંધો-રોજગાર સચવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.
📲Get App