🔥 TRENDING गिड़ा पंचायत समिति में पंचायत सचिवों क... ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ... સુરત: અમરોલીમાં મહાનગરપાલિકાની ટીમ પર... સુરતમાં ચમત્કારિક બચાવ: કાર નીચે આવી જ... श्री माहौर वैश्य पंचायत द्वारा श्री अन... રાપર પંથકમાં LCBનો દારૂ પર સપાટો
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વિરપુર, સંતરામપુર અને બાલાસિનોરમાં 'સેવા મારૂં યોગદાન' કાર્યક્રમ અંતર્ગત BLO તથા સુપરવાઇઝરોએ લીધા મતાધિકારના શપથ મહીસાગર:

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 23 Sep 2026, 04:05 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

રાજ્યભરમાં ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત, નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સામાજિક પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બને, તે આશયથી "સેવા મારૂં યોગદાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે, લોકશાહીના પાયા સમાન ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશથી, મામલતદાર કચેરી, વિરપુર ખાતે તેમજ સંતરામપુર અને બાલાસિનોર તાલુકામાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સંબંધિત વિસ્તારોના તમામ બૂથ લેવલ ઓફિસર્સ, એટલે કે BLO અને સુપરવાઈઝરશ્રીઓએ સક્રિયપણે ઉપસ્થિત રહી, મતદાન જાગૃતિ અંગે પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મીઓને લોકશાહી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક ભાગીદારી સુનિશ્ચિત કરવા, અને નાગરિકોને પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા, મતાધિકારના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન થકી, છેવાડાના મતદાર સુધી જાગૃતિ પહોંચાડવા અને આગામી દિવસોમાં સો ટકા મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App