🔥 ट्रेंडिंग ગોન્ડલ રોડ પર PGVCL નો પૉલ દૂર કરવા સ્... Prince School સુરેન્દ્રનગરમાં એસ.પી. પ્રેમસુખ ડેલૂની... जालंधर में 4‑साल के बच्चे को बचाया, बा... अमृतसर में किशोर की हत्या, पुलिस ने जा... अमृतसर के सैदपुर खुर्द में 19 वर्षीय ह...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગાંધીનગર BJPમાં ઉમેદવાર પસંદગીની લડત: જૂની અને નવી લોબી વચ્ચે ખેંચતાણ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 21 सित. 2026, 11:38 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP અંદરખાને ઉમેદવારોની પસંદગી માટે ગણતરી શરૂ, સેન્સ પ્રક્રિયા બાકી.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. ચૂંટણીનો માહોલ ગરમાતાં BJPમાં અંદરખાને ઉમેદવારોને લઈને ગણતરી શરૂ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સંગઠનની સત્તાવાર સેન્સ પ્રક્રિયા હજુ બાકી છે, પરંતુ ગાંધીનગર BJPમાં જૂની લોબી અને નવી લોબી વચ્ચેની ખેંચતાણ ફરી તેજ બની છે. બંને લોબી દ્વારા પોતાના પસંદગીના ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા હોવાની ચર્ચા છે.

અંતિમ નિર્ણય સંગઠનની સેન્સ અને પક્ષના મોવડીમંડળ દ્વારા થવાનો છે. BJPમાં ચાલી રહેલી આ આંતરિક જૂથબંધીની અસર મનપાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીથી લઈને ચૂંટણી પ્રચાર સુધી જોવા મળશે.

હવે સેન્સ પ્રક્રિયા બાદ બંને લોબીમાંથી કોના નામને પ્રાધાન્ય મળે છે અને કોના નામ પર કાતર ફરે છે તેના પર સૌની નજર છે.
📲Get App