🔥 TRENDING મોડાસાના મેઘરજ રોડ પર બેંક ઓફ મહારાષ્ટ... Tripura CM Urges Prompt Action to Prev... Tripura ULB Polls 2026: Draft Station... Himachal Pradesh Secures Cost Relief f... Vajiram & Ravi Publishes UPSC Mains Cu... Youth Dies in Ludhiana Police Custody,...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

BISએ સોનાની હોલમાર્કિંગ ફી ₹75 કરી, ચાંદી યથાવત ₹35

✍️ Reporter: Dhaval Maheta 🗓 16 Sep 2026, 03:15 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

BISએ 14 સપ્ટેમ્બરથી સોનાની હોલમાર્કિંગ ફી 45 રૂપીયા વધારીને ₹75 કરી, જે 66.7 % વધારો છે. વેપારીઓ અને જ્વેલર્સ એસોસિએશને સરકારને સબસિડી અને ફી ઘટાડવાની માંગ કરી છે.

BISએ 14 સપ્ટેમ્બર 2026થી સોનાની હોલમાર્કિંગ ફી 45 રૂપીયા વધારીને સીધી ₹75 કરી, જ્યારે ચાંદીની ફી ₹35 યથાવત રહી. આ 66.7 % વધારાને પગલે વેપારીઓમાં ભારે રોષ છે.

આ નવા નિયમ મુજબ હોલમાર્કિંગ ફી વજનના આધારે નહીં પરંતુ પ્રતિ આર્ટિકલની સંખ્યા પ્રમાણે વસૂલવામાં આવશે. સોનામાં પ્રતિ પીસ ₹30 નો સીધો વધારો થયો છે, અને એક કન્સાઈનમેન્ટની ન્યૂનતમ ફી 200 રૂપીયા રહેશે. A&H સેન્ટર પાસેથી BIS દ્વારા લેવાતી ફી પણ ₹4.50થી વધારીને ₹7.50 પ્રતિ આર્ટિકલ કરી છે, અને ટેક્સ અલગથી વસૂલવામાં આવશે.

આ વધારાને કારણે આગામી પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ જેવા તહેવારોમાં ગ્રાહકો પર સીધું આર્થિક ભારણ વધશે. જ્વેલર્સ એસોસિએશને સરકાર પાસે હોલમાર્કિંગ ફી ઘટાડવા અને ₹45 પર સબસિડી આપવાની ઉગ્ર માંગ કરી છે.
📲Get App