🔥 ट्रेंडिंग बिहार में कार्यकारी अभियंता के कार्याल... रेन्यू पावर ने महाराष्ट्र के साथ 70,00... महाराष्ट्र FDA ने मुंबई के 21 रेस्तरां... महाराष्ट्र में स्कूल बस ऑपरेटरों ने 15... पीएम मोदी ने जीएसटी सुधारों की सराहना,... अखिलेश यादव ने यूपी चुनाव से पहले आयोध...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Bas

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 09 अक्टू. 2026, 12:20 AM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે પેપર ટિકિટ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ, SMSથી કરી શકાશે મુસાફરી
ગુજરાત:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ST બસના મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બસ ડેપો કે કાઉન્ટર પરથી ટિકિટ લેતા મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
SMS ટિકિટ સેવા કેવી રીતે કામ કરશે?
* મોબાઇલ પર SMS મળશે: કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ મુસાફરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ટિકિટનો SMS મોકલવામાં આવશે.
* પેપલેસ મુસાફરી: મુસાફરી દરમિયાન જ્યારે કંડક્ટર ટિકિટ ચેક કરશે, ત્યારે મુસાફરો પોતાના મોબાઇલમાં આવેલો SMS દર્શાવી શકશે.
* કાગળની ટિકિટની જરૂર નહીં: ટિકિટ ખોવાઈ જવાની, ફાટી જવાની કે ક્યાંક ભૂલી જવાની ચિંતા હવે રહેશે નહીં.
ઓરિજિનલ ID પ્રૂફ સાથે રાખવું ફરજિયાત
આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ SMS દર્શાવવાની સાથે પોતાનું ઓરિજિનલ ઓળખપત્ર (ID Proof) સાથે રાખવું ફરજિયાત રહેશે. ઓળખપત્ર તરીકે નીચેના દસ્તાવેજો માન્ય ગણાશે:
* આધાર કાર્ડ
* ડ્રાઇવિંગ લાઇસન્સ
* અન્ય કોઈ સરકાર માન્ય ઓળખપત્ર
રેલ્વેની જેમ હવે GSRTC પણ ડિજિટલ ટિકિટિંગ તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે, જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
📲Get App