🔥 ट्रेंडिंग बहादुरपुर थाना क्षेत्र के गुरुदेव पारा... વડોદરા: મનપાની ઢોર પાર્ટી પર હુમલો કરન... ધાંગધ્રાના રાજગઢ ગામે તાલુકા કક્ષાના વ... कूड़े का ढेर बना परेशानी का कारण ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીના રાજ... અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની બે...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરમાં રાજસ્થાનના આરસથી BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ: મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી રોજ એક જેન-ઝી નિર્જળા ઉપવાસ કરશે

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 अग. 2026, 04:54 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વામિનારાયણ BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના સંકલ્પથી સુરેન્દ્રનગર શહેરમાં 2 એકરનું ભવ્ય મંદિર બની રહ્યું છે. જેમાં રાજસ્થાનના આરસનો ઉપયોગ થશે.

કુલ 20 એકર જમીનમાં 4000થી વધુ હરિભક્તો એક સાથે બેસી શકે તેવો સત્સંગ હોલ, અક્ષર પુરુષોત્તમ મંડપમ, સત્સંગ સભા હોલ, નીલકંઠ અભિષેક મંડપમ બનશે.

આ મંદિરના નિર્માણમાં માત્ર દાન નહીં પણ ત્યાગનો મહિમા છે. વર્ષ 2028 સુધી આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યાં સુધી દરરોજ એક જેન-ઝી નિર્જળા ઉપવાસ કરશે. હાલ 150 યુવાનોની સાંકળ રચાઇ છે. નાના ભૂલકાંઓ પણ ચોકલેટ, મિઠાઇ જેવી પ્રિય વસ્તુઓનો ત્યાગ કરી મંદિર નિર્માણમાં પોતાના સમર્પણ ગાથા કંડારી રહ્યાં છે.

મંત્ર, સેવા અને દાન

મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરના નિર્માણ સાથે યુવાનોમાં સંસ્કૃતિનું સિંચન થશે. કોઇએ મંત્ર પાઠ (50 માળા)નો નિર્ણય લીધો છે. તો કોઇ જૂની પસ્તી ઉઘરાવી તેમાંથી મળતાં નાણાંનું દાન કરી સેવા કરી રહ્યાં છે.
📲Get App