🔥 ट्रेंडिंग केरल में 5 अक्टूबर 2026 को 22 और 24 कै... केन्द्र ने न्यायमूर्ति पी سام कोशी को... तेलंगाना टुडे ने नौकरी खो रहे कामगारों... तेलंगाना के चट्टानी इलाके और मानव निर्... ओडिशा स्टूडेंट यूनियन चुनाव तिथियों की... ओडिशा ने कैंपस चुनावों के लिए कड़े दिश...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ BAPS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી*

પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ BAPS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી*

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 जुल. 2026, 07:47 PM 👁 101
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ BAPS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી*

આજ રોજ હિંમતનગરના કાંકણોલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ, કલેકટર લલિત નારાયણ સિંગ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ પી પટેલ , જિલ્લા પ્રમુખ બીજેપી કનુભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન-વંદન કરી શીશ નમાવી આધ્યાત્મિક શાંતિ તથા ધન્યતાની અનુભૂતિ કરી હતી.

માનનીય મંત્રીશ્રીએ ભગવાનના શ્રીચરણોમાં જિલ્લાના સહુ નાગરિકોનું કલ્યાણ થાય, તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સમગ્ર ગુજરાત તથા દેશમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામી અને સંતો દ્વારા મંત્રીશ્રીનું વિધિવત સ્વાગત કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
📲Get App