🔥 TRENDING Bollywood Hungama publishes new photo... Bollywood‑Inspired Saree Styles for Ra... Shraddha Kapoor Touted as Relatable, A... A.K. Hangal’s Early Craft: Master Tail... Prabhas, Rishab Shetty hail Akshaye Kh... Amitabh Bachchan Offers His Baritone V...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા નિમિત્તે જગન્નાથ ભગવાનની અને સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા નિમિત્તે જગન્નાથ ભગવાનની અને સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 10:32 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા નિમિત્તે જગન્નાથ ભગવાનની અને સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રથયાત્રા પંચદેવ મંદિર પાસેથી શરૂ થઈ અને શહેરના ઠેર ઠેર વિસ્તારોમાંથી પસાર થઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રાના ઉદ્ઘાટન નિમિત્તે કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરૂષ સ્વામી હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરૂણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સમિતિ ચેરમેન રાહુલભાઈ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી , સંદિપભાઈ પટેલ ડી.વાય.ડીપીઇઓ સાબરકાંઠા, કાંકણોલ ગ્રામ પંચાયતના સરપંચ બીરેનભાઈ પટેલ
તેમજ શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ પધાર્યા હતા. રથયાત્રાની શરૂઆત વૈદિક પૂજન વિધિ દ્વારા થઈ હતી. આ રથયાત્રાના વિશેષ આકર્ષણ જગન્નાથજીના ભવ્ય રથની સાથે વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણ બચત માટેનો એક સ્લોટ ટ્રેક્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભગવાનના રથની સાથે ઇલેક્ટ્રીક વાહનો, બાળ-બાલિકા વિદ્વાનો દ્વારા સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞનું ટ્રેક્ટર, ધજાધારી યુવક-યુવતીઓ તેમજ રથ ખેચતા સંતો-ભક્તો પણ હતા.
📲Get App