🔥 ट्रेंडिंग India Breaks Chasing Slump, Beats West... इंदौर: मेसर्स कृष्णा इंटरप्राइजेस के ख... मीरजापुर में विधान परिषद चुनाव-2026 की... Two Wild‑Card Contestants Join Bigg Bo... Malayalam Actress Mamita Baiju Cast as... Power bank explosion sparks panic on I...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં ATMમાંથી રૂપિયા ચોરતી ત્રિપુટી ઝડપાઈ

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 13 अक्टू. 2026, 09:10 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેશ ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફીટ કરી ગ્રાહકોના રૂપિયા ચોરવાની તરકીબનો પર્દાફાશ
રાજકોટ ATM મશીનના કેશ ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફીટ કરીને ગ્રાહકોના અટવાઈ જતા રૂપિયા ચોરી કરવાની તરકીબનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાન્ચે પૂજારા પ્લોટ વિસ્તારમાં કાંતા વિકાસ ગૃહ પાછળ આવેલી શેરીમાંથી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના અફસાર અહમદ રિયાસતઅલી, અરબાઝ ફૈયાઝઅહમદ અને સાહિદખાન મોહમદસલીમને ઝડપી લીધા હતા.

પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓ ATMના કેશ ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફીટ કરીને ગ્રાહકો દ્વારા ઉપાડવામાં આવતા રૂપિયા અટકાવી દેતા અને ત્યારબાદ તે રૂપિયા ચોરી લેતા હોવાની તરકીબ અપનાવતા હતા.
આ કાર્યવાહીથી ATMમાં રૂપિયા ઉપાડવા જતા ગ્રાહકોને નિશાન બનાવતી ચોરીની પદ્ધતિ સામે આવી છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App