🔥 TRENDING Uttar Pradesh to Acquire Land Worth ₹1... કલોલ ખાતે સોલાર જલ સેતુ નો આયોજન કરવામ... ਰੁਪਨਗਰ ਵਿੱਚ ਸਤਲੁਜ ਦਰਿਆ ਦੀ ਰੈਲ ਬਰਾਮਦ ਖੱ... दुष्कर्म बाद फेंका सड़क किनारे,पुलिस न... One Suspect Arrested in Ludhiana Immig... Asaram Bapu Arrives at Ujjain Ashram f...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ASSA ABLOY ના રમન કૌલએ મુંબઈમાં 210 કરોડ રૂપિયાની રોકાણ યોજનાની ચર્ચા કરી
Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ASSA ABLOY ના રમન કૌલએ મુંબઈમાં 210 કરોડ રૂપિયાની રોકાણ યોજનાની ચર્ચા કરી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 04 Sep 2026, 09:14 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી અને ASSA ABLOY ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રમન કૌલ વચ્ચે થયેલી બેઠકમાં જામનગરમાં 140 કરોડ અને સ્માર્ટ ઓટોમેશન માટે 70 કરોડની રોકાણ યોજના પર ચર્ચા થઈ.

VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈમાં આયોજિત રોડ-શો દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ASSA ABLOY ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ (SAARC) શ્રી રમન કૌલ સાથે બેઠક કરી. આ બેઠકમાં કંપની દ્વારા જામનગરમાં કરવામાં આવનાર ₹140 કરોડનું રોકાણ અને એડવાન્સ્ડ ઓટોમેશન, સ્માર્ટ લોક્સ તથા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વધારાના ₹70 કરોડના સૂચિત રોકાણની ચર્ચા કરવામાં આવી.

મુખ્યમંત્રી શ્રી પટેલએ જણાવ્યું કે, ગુજરાતનું સક્ષમ સપ્લાયર નેટવર્ક, મજબૂત GIDC ઈકોસિસ્ટમ અને કંડલા તથા મુંદ્રા પોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી કંપનીની ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બેઠક દરમિયાન ભારત‑EU FTA દ્વારા સર્જાતી સરહદ પારની વેપારની નવી સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ. આ ચર્ચા દ્વારા આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક ભાગીદારી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનશે.

ASSA ABLOY ની આ રોકાણ યોજનાઓ ગુજરાતમાં સ્વીડનની વૈશ્વિક અગ્રણી કંપનીની ઉપસ્થિતિને વિસ્તૃત કરશે, જે સ્થાનિક રોજગારી અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે મહત્વપૂર્ણ રહેશે.
📲Get App