🔥 ट्रेंडिंग भगवान वामन जयंती से जुड़ी पुरातन समय स... ગણદેવીના સોનવાડી ગામમાં ગણપતિ બાપાની ભ... लुधियाना में महिला की हालत बिगड़ने पर... लुधियाना में भाजपा ने नशा मुक्त पंजाब... खंडवा में लोकायुक्त ने 14,000 रुपये की... राहुल गांधी ने एमपी के सीएम मोहन यादव...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજકોટ: ASI અને GRD જવાન રૂ. 10,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 23 सित. 2026, 08:58 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાનને જામીન મુક્ત કરવાના બદલામાં રૂ. 10,000 ની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસે લોકઅપમાં નહીં પૂરવા અને જામીન મુક્ત કરવાના બદલામાં આ બંને કર્મચારીઓએ રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી.

ACBની ટીમે ફરિયાદીની ફરિયાદના આધારે સફળ છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ASI રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App