🔥 TRENDING Bihar CM Samrat Chaudhary inspects Jam... गोरोइमारी के अशफाक चौधरी ने इंग्लैंड क... *पंचायती राज चुनाव कार्यक्रम की घोषणा... ભુજમાં સમાજ કલ્યાણ નિરીક્ષકો લાંચ લેતા... नवापूर तालुक्यातील नागझरी गावात पावसाअ... सुमेरपुर: बाबागाँव में श्री महालक्ष्मी...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુધા પોલીસ સ્ટેશનના ASI અને વકીલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 06:56 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મહુધા પોલીસ સ્ટેશનના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને એક વકીલને રૂ. ૨.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કરવામાં આવી હતી..

એ.સી.બી. દ્વારા ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર મળેલી ફરિયાદના આધારે મહુધા ચોકડી નજીક એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. આ ટ્રેપમાં મહુધા પોલીસ સ્ટેશનના ASI નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા અને નડીયાદના વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિત (ઉ.વ.૩૦) ને રૂ. ૨,૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.આ કાર્યવાહી ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અને તેમના પુત્ર જુદી-જુદી કંપનીઓના ડિટર્જન્ટ પાવડર અને સંબંધિત વસ્તુઓનો વેપાર કરે છે..

ગત ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ, ફરિયાદીના પુત્ર અને તેમના ભાગીદારને આરોપી નંબર ૨ (વકીલ) દ્વારા મહુધાના વેપારીઓ સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવી, માલ ભરેલા ટેમ્પર સાથે મહુધા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ મામલે સમાધાન કરવા માટે આરોપી નંબર ૧ (ASI) એ આરોપી નંબર ૨ ની હાજરીમાં ફરિયાદી પાસે રૂ. ૫ લાખની માંગણી કરી હતી.લાંચની રકમ અંગે થયેલી રકઝકના અંતે રૂ. ૨.૫૦ લાખ નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે, એ.સી.બી.એ તાત્કાલિક છટકું ગોઠવ્યું. ટ્રેપ દરમિયાન, આરોપી નંબર ૨ (વકીલ) એ ફરિયાદી પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ ની લાંચ સ્વીકારી અને રંગેહાથ ઝડપાઈ ગયા. આરોપી નંબર ૧ (ASI) ઘટના સ્થળે હાજર નહોતા, પરંતુ બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.આ ટ્રેપિંગની કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી ડી.બી.ગોસ્વામી અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ઘટનાએ પોલીસ અને કાયદાકીય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
📲Get App