Crime
સુરતના મોટા વરાછા AR મોલમાં યુવતીની છેડતી, CCTV ફૂટેજ વાયરલ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં AR મોલમાં એક યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં મહિલા સુરક્ષાના દાવાઓ સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલમાં એક અજાણ્યા યુવકે યુવતીની છેડતી કરી બિભત્સ હરકત કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, મોલમાં એક યુવતી પાછળ એક યુવક શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો હતો. યુવકે યુવતીને કંઈક પૂછવાના બહાને નજીક જઈ તેનો પીછો શરૂ કર્યો હતો. મોલના નિર્જન ખૂણા કે પેસેજનો લાભ લઈ આ વિકૃત માનસિકતા ધરાવતા યુવકે યુવતી સામે બિભત્સ ચેનચાળા કર્યા હતા. યુવકની આ શરમજનક કરતૂત મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.
ઘટના બાદ CCTV ફૂટેજ સ્થાનિક સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયુવેગે વાયરલ થયા હતા. મોલ જેવા જાહેર સ્થળોએ પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવી લાગણી સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોલમાં બનેલી આ ઘટનાથી મોલ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.