🔥 TRENDING BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj... Rahul Gandhi meets aspirants across In...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે AMTS ની ખાસ પહેલ: શિવભક્તો માટે 100થી વધુ બસો દોડશે
Local

અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે AMTS ની ખાસ પહેલ: શિવભક્તો માટે 100થી વધુ બસો દોડશે

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 02:42 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ મહિના દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના 30 ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

શ્રાવણ માસના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શિવભક્તો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ નોન-એસી બસો દોડાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને શહેરના 30 જેટલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવશે.

આ વિશેષ યાત્રા માટે ટિકિટના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ દીઠ ₹3,000 અને એક આખી બસ બુક કરાવવા માટે ₹5,000નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ધાર્મિક યાત્રા સવારે 8:15 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4:45 વાગ્યા સુધી ચાલશે.

યાત્રાની સુવિધા માટે લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ ખાતેથી બસો ઉપલબ્ધ રહેશે. શ્રાવણ મહિનામાં શિવભક્તોને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા રહે તે હેતુથી AMTS દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.
📲Get App