🔥 TRENDING रेलवे क्रॉसिंग खुलवाने और फसल मुआवजे क... *केन्द्र की सब्सिडी के अतिरिक्त राज्य... સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં ફ... நாகர்கோவிலில் மதுமிதா வீட்டில் திருடிய... વલસાડ નજીક પુરઝડપે ગયેલી વેન્યૂ કારે ઇ... Three Arrested in Hyderabad After 34-Y...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AMC ની ખાદ્ય સુરક્ષા અંગે AMCની સઘન કાર્યવાહી

✍️ Reporter: Sanket Solanki 🗓 29 Sep 2026, 04:48 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માધુપુરા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે વેચાતા ઘીના 11 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી પરીક્ષણ બાદ તેમાંથી 5 નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તા ધોરણોને અનુરૂપ ન હોવાનું (Sub-Standard) જણાયું છે.

આ અંગે વધુ તપાસ હાથ ધરી સંબંધિત વિતરણ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન 3,142 કિ.ગ્રા. ઘીનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે, જેની કિંમત ₹12.93 લાખથી વધુ છે, તેમજ 8 સેમ્પલ લેવામાં આવ્યા છે.

નાગરિકોને અપીલ:

ઘી ખરીદતી વખતે ખાસ તકેદારી રાખો. શક્ય ભેળસેળને ધ્યાનમાં રાખીને વિશ્વસનીય સ્ત્રોત પાસેથી ઘી ખરીદો અને બેચ નંબર તથા લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટની વિગતો તપાસો.
📲Get App