🔥 TRENDING ಗಜೇಂದ್ರಗಡದಲ್ಲಿ ಹಿಂದೂ ಗಣಪತಿ ಉತ್ಸವದ ಬಗ್ಗ... રિપોર્ટર સંજુ નનેમા Full Traffic Congestion Reported at Mi... Map error labels Assam as ‘Akom’, prom... Assam Launches 5-Year Plan to Boost To... IRFC Grants ₹4,200-Crore Term Loan to...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા AMCની કડક કાર્યવાહી
Health

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા AMCની કડક કાર્યવાહી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 12 Aug 2026, 12:12 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વસ્ત્રાલના મેટ્રો શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે, જ્યાં મચ્છરોના બ્રીડિંગના લાર્વા મળી આવ્યા.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મેટ્રો શોપિંગ સેન્ટરમાં મોટા પાયે પાણી ભરાવાની (વોટરલોગિંગ) સમસ્યા અને મચ્છરોનું બ્રીડિંગ મળી આવતા તંત્ર દ્વારા આ શોપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે.

મચ્છરજન્ય રોગો અટકાવવાના અભિયાન (ડ્રાઇવ) અંતર્ગત હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે વસ્ત્રાલ વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મેટ્રો શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સની અંદર જુદી-જુદી જગ્યાઓ પર ભરાયેલા પાણીમાં મચ્છરોના લાર્વા (બ્રીડિંગ) જોવા મળ્યા હતા.

લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાતા અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
📲Get App