🔥 TRENDING योगापट्टी के विद्यालयों में शिक्षक-अभि... जिलाधिकारी ने बहराइच और पयागपुर में मत... करौली में कृषि आयुक्तालय ने अनुदानित उ... काशी तमिल संगमम् के पाँचवें संस्करण का... Congress Accuses Uttarakhand BJP of La... Delhi‑Dehradun Expressway to Cut Trave...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

AIMIM સાબરકાંઠાએ ભાગળ ગામમાં હેટ સ્પીચ અને પોલીસ મારપીટની તપાસ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Nov 2026, 04:43 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાગળ ગામમાં બે સમુદાયો વચ્ચે થયેલા વિવાદને લઈને AIMIM સાબરકાંઠાએ હેટ સ્પીચ અને પોલીસ મારપીટની તપાસ માટે કલેક્ટરને આવેદનપત્ર રજૂ કર્યું..

AIMIM સાબરકાંઠાએ ભાગળ ગામ,વડગામ તાલુકા સાબરકાંઠા જિલ્લામાં થયેલા વિવાદને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે,જેમાં હેટ સ્પીચ અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી હેટ સ્પીચ અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓની તપાસ,સુદર્શન ન્યૂઝ ગુજરાત પર પ્રસારિત થયેલા કથિત ઉશ્કેરણીજનક નિવેદનો અંગે NBSAની આચારસંહિતા મુજબ તપાસ, અને પોલીસ દ્વારા આરોપીઓ સાથે કરવામાં આવેલી મારપીટના વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે..

પેટિશનમાં સુપ્રીમ કોર્ટના બુલડોઝર કાર્યવાહી સંબંધિત રિટ પિટિશન નંબર-295/2022ના દિશાનિર્દેશોનું પાલન થયું છે કે નહીં,નિર્દોષ લોકોની ધરપકડ અટકાવવા, પીડિતોના નિવેદન લેવા અને ભાગળ ગામમાં શાંતિ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.AIMIM સાબરકાંઠાએ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરી હેટ સ્પીચ ફેલાવનારાઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.
📲Get App