🔥 ट्रेंडिंग उत्तराखंड सीएम ने हर नागरिक के लिए डिज... पंतनगर में 120वीं अखिल भारतीय किसान मे... उत्तराखंड में 4.9 तीव्रता का भूकंप, वि... त्रिपुरा सीएम ने सरकारी कर्मचारियों और... हिमाचल के पुलिसकर्मी को दो साल के इंतज... दिल्ली सरकार ने आशा कार्यकर्ताओं का भत...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AIMIM દ્વારા પૂર્વ આર્મી કેપ્ટનના પરિવારને ન્યાય અપાવવા પોલીસ કમિશનરને આવેદનપત્ર
अपराध

AIMIM દ્વારા પૂર્વ આર્મી કેપ્ટનના પરિવારને ન્યાય અપાવવા પોલીસ કમિશનરને આવેદનપત્ર

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 23 सित. 2026, 09:32 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

AIMIM ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે અમદાવાદ પોલીસ કમિશનરને મળી પૂર્વ આર્મી કેપ્ટન મોનીલાલ નંદીના બંગલા તોડી પાડવાના મામલે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ કરવાની માંગ કરી.

અમદાવાદ: પૂર્વ આર્મી કેપ્ટન શ્રી મોનીલાલ નંદી અને તેમના પરિવાર સાથે થયેલા અન્યાયના મામલે ન્યાય મેળવવા માટે AIMIM ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત IPSને આજે એક આવેદનપત્ર સુપરત કર્યું. આ આવેદનપત્રમાં બંગલો તોડી પાડવાના ગંભીર મામલે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાબીરભાઈ કાબલીવાલા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ઈદ્રીશ શેખની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનર સમક્ષ પૂર્વ આર્મી કેપ્ટન શ્રી મોનીલાલ નંદીના પરિવાર સાથે બનેલી ઘટનાની વિસ્તૃત રજૂઆત કરી. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે શ્રી મોનીલાલ નંદી ભારતીય સેનામાં કેપ્ટન તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમણે ચીન તથા બાંગ્લાદેશ સાથેના યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રી મોનીલાલ નંદીની રાષ્ટ્રસેવાની અમૂલ્ય કામગીરી બદલ તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગિરીના હસ્તે પ્રમાણપત્ર અને સન્માન પણ પ્રાપ્ત થયું હતું. આ સંજોગોમાં, તેમના પરિવાર સાથે થયેલા અન્યાય અંગે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App