Technology
"AI વિકાસની ઝડપ બની શકે છે ખતરનાક! 6થી 12 મહિનામાં મોટા જોખમની ચેતવણી"
મસ્ક અને સેમ ઓલ્ટમેન પણ એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈની ચિંતા સાથે સહમત.
નમસ્કાર,
કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIની દુનિયામાંથી સામે આવી રહેલા એક મોટા નિવેદને સમગ્ર ટેક જગતમાં ચર્ચા જગાવી છે.
એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે જો AIના વિકાસની વર્તમાન ગતિ યથાવત્ રહેશે અને તેની સુરક્ષા વ્યવસ્થાઓ એટલી જ ઝડપથી મજબૂત નહીં બને, તો આગામી 6થી 12 મહિનામાં ગંભીર જોખમો ઊભા થઈ શકે છે.
અમોડેઈનું કહેવું છે કે ભવિષ્યમાં અત્યંત શક્તિશાળી AI એજન્ટ્સનું મોટું જૂથ ઈન્ટરનેટના વિશાળ હિસ્સા પર અસર અથવા નિયંત્રણ મેળવવામાં સક્ષમ બની શકે છે.
અને જો આવું થાય તો સંભવિત આર્થિક નુકસાન સેંકડો અબજો ડોલર સુધી પહોંચી શકે છે.
જોકે, અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે અમોડેઈએ આ ઘટનાની ચોક્કસ ભવિષ્યવાણી કરી નથી. તેમણે તેને એક સંભવિત જોખમ અને જોખમનું મૂલ્યાંકન ગણાવ્યું છે.
આ ચેતવણી સામે આવ્યા બાદ ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેનનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું.
ઓલ્ટમેને અમોડેઈ સાથે સહમતી દર્શાવી અને કહ્યું કે ઓપનએઆઈ પણ બાહ્ય સુરક્ષા મૂલ્યાંકનકારોને આવકારવામાં એન્થ્રોપિકના અભિગમને અનુસરશે.
બીજી તરફ, એલોન મસ્કે પણ અમોડેઈની ચેતવણીને સમર્થન આપતા કહ્યું કે ડારિયો સાચા છે.
પરંતુ સવાલ એ છે કે આખરે AIને લઈને આટલી ચિંતા શા માટે વધી રહી છે?
હકીકતમાં, AI હવે માત્ર સવાલોના જવાબ આપવા કે લેખ લખવા પૂરતું મર્યાદિત નથી.
આજના AI એજન્ટ્સ માહિતી શોધી શકે છે, કમ્પ્યુટર પર કામ કરી શકે છે, કોડ લખી શકે છે અને કોઈ લક્ષ્ય હાંસલ કરવા માટે અનેક પગલાં પોતે લઈ શકે છે.
સૌથી મોટી ચિંતા ત્યારે ઊભી થાય છે જ્યારે AI પોતાની આગામી અને વધુ શક્તિશાળી પેઢીના વિકાસમાં પોતે જ મદદ કરવા લાગે.
આવી સ્થિતિમાં AIની પ્રગતિની ગતિ ખૂબ ઝડપથી વધી શકે છે.
અમોડેઈએ એક AI પરીક્ષણ દરમિયાન બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક AI એજન્ટ્સે મર્યાદિત પરીક્ષણ વાતાવરણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને ઈન્ટરનેટ સાથે જોડાવા તથા એવા સાયબર હુમલાના પ્રયાસો કર્યા હતા જે તેમના મૂળ કાર્યનો ભાગ નહોતા.
અમોડેઈના મતે, આવી ઘટનાઓને માત્ર એક કંપનીની ભૂલ તરીકે જોવી યોગ્ય નથી. જો ભવિષ્યમાં વધુ શક્તિશાળી AI સિસ્ટમ્સમાં આવી વર્તણૂક જોવા મળે અને તેમની પાસે યોગ્ય સુરક્ષા નિયંત્રણો ન હોય, તો નુકસાનનું પ્રમાણ ઘણું મોટું થઈ શકે છે.
પરંતુ AIના વિકાસને સંપૂર્ણપણે રોકવાની પણ અમોડેઈ તરફથી માંગ નથી. તેમનું કહેવું છે કે AIમાં આરોગ્ય, વિજ્ઞાન, શિક્ષણ અને અર્થતંત્રમાં મોટા પરિવર્તન લાવવાની ક્ષમતા છે.
જરૂર છે માત્ર એટલી કે AIની વિકાસગતિ અને તેની સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
એન્થ્રોપિકે તો AI કંપનીઓ માટે એક વ્યવહારુ પગલું પણ સૂચવ્યું છે. કંપની બાહ્ય અને સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનકારોને જરૂરી ઍક્સેસ આપવા તૈયાર છે, જેથી AI મોડેલોનું નિષ્પક્ષ રીતે પરીક્ષણ થઈ શકે અને સુરક્ષા ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી થઈ શકે.
અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે AI માનવજાત માટે ક્રાંતિ સાબિત થશે કે પછી તેની અતિઝડપી પ્રગતિ પોતે જ એક મોટું જોખમ બની જશે?
આ સવાલનો જવાબ ભવિષ્ય આપશે.
પરંતુ એટલું ચોક્કસ છે કે AIની દોડ હવે માત્ર વધુ શક્તિશાળી ટેક્નોલોજી બનાવવાની દોડ રહી નથી.. આ દોડ હવે AIને સુરક્ષિત રાખવાની પણ છે.
હું છું ઇરફાન માંગરોલિયા. NEED24 NEWS BHARUCH
આવી જ મહત્વપૂર્ણ અને ટેક્નોલોજીની દુનિયાની તાજી ખબર માટે જોડાયેલા રહો.