🔥 TRENDING Majauliya ward number 3 nale ka Vikas... Sikkim TET 2026 Admit Cards Out Today;... TRIHMS Commences 2026-27 MBBS Batch In... Arunachal Author Wanggo’s Novel Joins... Arunachal Villagers Clash with Police... J&K Government to Draft Rules for Soci...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર AHTUનો સપાટો,ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 12:16 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) દ્વારા સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ યુવતીઓને મુક્ત કરવામાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ કરાઈ છે..

સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક ર્ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) દ્વારા સ્પા મસાજની આડમાં ચાલતા દેહ વ્યાપારના કેસો શોધી કાઢવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ રોડ પર આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ 'વિરા સ્પા'માં સંચાલક દ્વારા બહારથી યુવતીઓ બોલાવી મસાજના નામે ગ્રાહકો સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળતાં AHTU ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ડમી ગ્રાહક મોકલી અને પંચોની હાજરીમાં રેઇડ કરતાં સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ધ્યાને આવી હતી..

પ્રાપ્ત માહિતી અનુસાર આ સ્પામાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તરીકે રૂ.૧૦૦૦ રોકડા લેવામાં આવતા હતા અને શરીર સુખ માણવા માટે રૂ. ૨૦૦૦ થી રૂ. ૩૦૦૦ સુધીની રકમ અલગથી 'એક્સ્ટ્રા સર્વિસ'ના નામે વસૂલવામાં આવતી હતી. આ રેઇડ દરમિયાન, રોકડા રૂ.૩૦૦૦ અને બે મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧૦,૦૦૦ થાય છે, એમ કુલ રૂ. ૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ યુવતીઓને દેહ વ્યાપારના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવી છે.આ મામલે આરોપી વિક્રમસિંહ હરિસિંહ રાવ (રહે. ઘાટડા, ડુંગરપુર, રાજસ્થાન) અને મહાવિરસિંહ મહેન્દ્રસિંહ રાવ (હાલ રહે. વિરા સ્પા, હિંમતનગર, મૂળ રહે.રાજપુત મહોલ્લો,ફલાબારા ગામ, તાલુકો-ગઢી, જિલ્લો-બાંસવાડા, રાજસ્થાન) વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફીક (પ્રીવેશન) એક્ટ ૧૯૫૬ ની કલમ ૩(૧)(૨), ૪, ૫(૧),(A)(D) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ જેઠાભાઈ અને વુમેન હેડ કોન્સ્ટેબલ સુમનબેન કિશોરભાઈ સહિતની ટીમનો સમાવેશ થાય છે.
📲Get App