🔥 TRENDING अलीगंज में श्री रामलीला महोत्सव-2026 क... વિરમગામમાં ઊંચા વ્યાજે નાણાં આપી પેનલ્... रायगडच्या महाड तालुक्यातील कु रोशनी पा... Odisha Chief Secretary Reviews 25 Mega... Union Defence Minister Rajnath Singh V... MP Police Transfer: SP Prakash Parihar...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા ACB દ્વારા સફળ ટ્રેપ: સ્વચ્છ ભારત મીશનના સીવીલ એન્જીનિયર સામે ૨૫ હજાર રૂપિયા લાંચ લેવાનો ગુનો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Oct 2026, 11:18 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરના એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા સ્વચ્છ ભારત મીશન તાલુકા પંચાયત શિનોરના સીવીલ એન્જીનિયર અને એક ખાનગી વ્યક્તિ સામે ૨૫,૦૦૦ રૂપિયા લાંચ લેવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને ફતેગંજ વિસ્તારમાં લાંચની રકમ સ્વીકારતા પકડવામાં આવ્યા છે..

વડોદરા શહેરના એ.સી.બી. (પ્રતિભ્રષ્ટાચાર વિરોધી કોષ) પોલીસ સ્ટેશન દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવ્યો છે.આ ટ્રેપમાં સ્વચ્છ ભારત મીશન તાલુકા પંચાયત શિનોર, તા. શિનોર, જિલ્લો વડોદરામાં તાત્કાલિક (આઉટસોર્સ) નિયુક્ત સીવીલ એન્જીનિયર નીધીબેન રમેશભાઈ તડવી અને ખાનગી વ્યક્તિ આશુતોષ ઉમાકાંત પાઠક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રેપની તારીખ ૦૬/૧૦/૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, જ્યારે લાંચની માંગણી, સ્વીકાર અને રિકવરી થયેલી રકમ દરેક ૨૫,૦૦૦ રૂપિયાની છે.ફરિયાદી જેઓ સીવીલ કોન્ટ્રાક્ટર છે, જે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેઓ સ્વચ્છ ભારત મીશન અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ગામમાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહ્યા હતા. આરોપી નં. (૧) નીધીબેન તડવીએ કામના કુલ બિલના ૯ ટકા દરે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, જો લાંચ ન આપવામાં આવે તો તેમનું બિલ અટકાવી રાખવામાં આવશે,તેવી ધમકી આપતાં આરોપીએ વારંવાર ફોન કરીને હેરાન કર્યા હતા..

લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન, આરોપી નં. (૧) ને લાંચના નાણા આરોપી નં. (૨) આશુતોષ પાઠકને આપવા જણાવ્યા હતા. આરોપી નં. (૨) એ ૨૫,૦૦૦ રૂપિયાની રકમ સ્વીકારતાં જ ઘટનાસ્થળે પકડાયેલા છે. ઘટનાસ્થળ તરીકે ફતેગંજ, વડોદરામાં સેફરોન ટાવરની સામે અને બેંક ઓફ બરોડાની સામે આવેલ કંપાઉન્ડ પાસે નક્કી કરવામાં આવ્યું હતું.પોલીસે આરોપીઓ પર રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરવાનો અને એકબીજાની મદદગારી કરીને ગુનો કરવાનો આરોપ લગાવ્યો છે. આ ટ્રેપિંગ અધિકારી તરીકે શ્રી એ.એન. પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી હતી.
📲Get App