🔥 TRENDING Map error labels Assam as ‘Akom’, prom... Assam Launches 5-Year Plan to Boost To... IRFC Grants ₹4,200-Crore Term Loan to... Jharkhand HC Rules Property Sale Canno... Jharkhand JAC Compartment Result 2027... Trinidad & Tobago envoy says India poi...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા ACB ના ઝબ્બે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 10:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ ખાતે ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા કરાર આધારિત આઇ.ટી. એક્ઝીક્યુટીવ અને પ્રજાજન રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ફરિયાદીની રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરી આપવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી..

ભુજ ખાતે ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં કરાર આધારીત આઇ.ટી. એક્ઝીક્યુટીવ જીનીશ નિતિનભાઇ આચાર્ય અને પ્રજાજન આશિષ કાળૂભાઇ આચવડીયાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીની વર્ષ ૨૦૦૮ માં સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. આ એકાઉન્ટને ફરીથી અનલોક કરી આપવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ખાણ ખનીજ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.
📲Get App