🔥 TRENDING CM Chandrababu Naidu orders immediate... HUDCO inks Rs 100,000 crore MoU with G... Blinkit’s Rajkot Warehouse Under Scrut... Karnataka CM Siddaramaiah calls for CE... Fast Car Hits Divider, Enters Trailer... લાંબા સમયથી પડતર માંગણીઓ: 1 ઓક્ટોબરે 2...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબ વિદ્યાર્થીના આપઘાત બાદ ABVP દ્વારા ઉગ્ર વિરોધ

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:08 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એમડી તબીબ વિદ્યાર્થીના આપઘાત બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રેગિંગ અને માનસિક ત્રાસની તપાસની માગ કરી હતી.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા એમડી તબીબ વિદ્યાર્થી યોગેન પ્રજાપતિ દ્વારા હાથની નસ કાપીને આપઘાત કરી લેવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ સરકારી મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર એકત્રિત થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ડીનની ઓફિસમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરી તટસ્થ તપાસની માગ કરી હતી.

ABVP કાર્યકર્તાઓએ ડીનની ઓફિસમાં જઈ શાંતિપૂર્ણ પરંતુ મક્કમ વિરોધ નોંધાવતા માગ કરી હતી કે, મેડિકલ કેમ્પસમાં વધી રહેલા માનસિક ત્રાસ અને રેગિંગના બનાવો તાત્કાલિક અટકાવવામાં આવે. તબીબના મોતના જવાબદારો સામે કડક કાયદાકીય કલમો હેઠળ પગલાં લેવામાં આવે તેવી માગ સાથે જ્યાં સુધી લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

ABVPના સુરત મહાનગર મંત્રી શુભમ સિંહે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છેલ્લા એક મહિનાની અંદર આપઘાતની આ બીજી ઘટના છે. આશરે એક મહિના પહેલાં પણ એક તબીબ વિદ્યાર્થીએ રેગિંગ અને માનસિક ત્રાસના કારણે જીવ ગુમાવ્યો હતો. જેથી આ કિસ્સામાં પણ કોઈ રેગિંગ કે માનસિક હેરાનગતિ થઈ છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે.
📲Get App