🔥 TRENDING Jan Suraj Party’s Digital Communicatio... Woman Leaps from Fourth Floor on Naiga... Congress Workers, Journalist Injured i... एक ही जमीन के दो व्यक्तियों की रजिस्ट्... B.Tech Graduate Arrested for Train Rob... Bank of India impostor swindles Jaipur...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન:

✍️ Reporter: Naresh Thakor 🗓 27 Oct 2026, 02:50 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેલમાં બંધ ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાં ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા છે. બીમાર ભાઈને મળવા માટે| અગાઉ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા. જો કે આ હુકમને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું છે કે, ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા છે. ચૈતર વસાવા વતી સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ ઉપસિ્થત રહ્યા હતા

ચૈતરના ભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

12 ઓક્ટોબર, 2026એ ધારાસભ્ય ચૈતર વસાવાના| 35 વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સુરતની| નવી સિવિલ હોસિ્પટલમાં ખસેડાયા હતા. આ મામલે નિઝર વિભાગના નાયાબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ હતો, જેને કારણે આ પગલું ભર્યું હતું.
ચૈતર વસાવા જેલમાં છે તે સમગ્ર મામલો શું છે?|

નવેમ્બર 2023માં ચૈતર સાથે તેમના પત્ની શકુંતલા વસાવા| સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે| ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 141, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ નર્મદાની કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે છેલ્લે સપ્ટેમ્બર, 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા હતા.
📲Get App