🔥 TRENDING Jalandhar Police Charge Government Emp... Jalandhar Sweet Shops Under Investigat... BJP’s Rajya Sabha nominee from Madhya... MBA Student Dies After Falling From Si... આમોદરા પ્રાથમિક શાળામાં સરદાર વલ્લભભાઈ... ਤੁਹਾਡੇ ਤੋਂ ਘਟੀਆ ਆਦਮੀ ਕੋਈ ਨਹੀਂ": ਲਵ ਗਿੱ...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગાંધીનગરમાં આંદોલન કરતાં વન રક્ષકોની પડખે આવ્યા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

✍️ Reporter: Shukla Hardik Pradipkumar 🗓 31 Oct 2026, 06:47 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વન રક્ષક અને વનપાલોની પડખે આવીને સરકારને તેમની વ્યાજબી માંગણીઓ માનવા માટે વિનંતી કરી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને પણ વનનું રક્ષણ કરતાં વન રક્ષક અને વનપાલ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. ગઢવીએ જણાવ્યું કે, ખરેખર સરકારો એવી હોવી જોઈએ કે કોઈ રજૂઆત કરે અને સરકાર કામ કરે, પરંતુ અહંકારી સરકારને કંઈ ફરક પડતો નથી.

વન રક્ષકોની માંગણીઓમાં જોખમી ભથ્થું, ગ્રેડ પે, સીધી ભરતી, રજાના અને બદલીના મામલાઓનો સમાવેશ થાય છે. ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે આ માંગણીઓ વ્યાજબી છે અને તેના પાલન કરવાથી સરકાર પર ખૂબ જ ભારણ નહીં આવે, તેથી સરકારે આ મામલે સહેલાઈથી કામ કરી શકે છે.

વધુમાં, AAP નેતાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી વન રક્ષકો માંગો કરી રહ્યા હતા અને છેલ્લે તેમણે ખાખી કપડામાં આંદોલન પર ઉતરવું પડ્યું. તેમણે મુખ્યમંત્રી અને વન મંત્રીને વિનંતી કરી છે કે જે લોકો જંગલોની, કુદરતી સંપત્તિઓની, વૃક્ષોની અને પ્રાણીઓની રખેવાળી કરે છે, તેમને તેમના હક અને અધિકાર મળવા જોઈએ.

ગઢવીએ જણાવ્યું કે તેઓ આજે જંગલની વચ્ચે ઉભા છે અને તેમને ખ્યાલ છે કે જંગલમાં ફરજ બજાવવી ખૂબ જ કઠિન હોય છે. તેમણે સરકારને આ તમામ વન રક્ષકો અને વનપાલની માંગણીઓ માનવા અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરી છે.
📲Get App