🔥 TRENDING भोपाल में सीबीआई ने 2 लाख रुपये की रिश... ബസ്സും സ്കൂട്ടറും കൂട്ടിയിടിച്ച് അപകടം... भोपाल में सीबीआई ने 2 लाख रुपये की रिश... Yingkiong Town on High Alert as Anti-D... Arunachal Congress Rejects Forced Sian... Record-Breaking Rains Flood Jammu; Dep...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અમૃતસર ખાતે જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 12 Oct 2026, 05:00 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અમૃતસર ખાતે જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી

જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે આપણા દેશના લોકો પર ગોળીઓ ચલાવી હતી અને આજે દિલ્હીમાં પણ જનરલ ડાયર આવી ગયા છે: ગોપાલ ઇટાલીયા

દિલ્હીમાં પણ એક જનરલ ડાયરે ભારતના બાળકો પર ડંડા અને હથિયારો ચલાવવાની કોશિશ કરી: ગોપાલ ઇટાલીયા

જલિયાંવાલા બાગમાં એકઠા થનાર લોકો અંગ્રેજોના કાળા કાયદાનો વિરોધ કરતા હતા અને હાલમાં દિલ્હીમાં એકઠા થયેલા લોકો SIR અને CEC નો વિરોધ કરી રહ્યા છે: ગોપાલ ઇટાલીયા

CEC લાવીને સરકાર પોતાની પસંદના ચીફ ઇલેક્શન કમિશનર નક્કી કરે છે અને એમણે જ SIR ના નામે 13 કરોડ લોકોના નામ મતદારયાદીમાંથી કાપી નાખ્યાં: ગોપાલ ઇટાલીયા

ગુજરાતના લોકોને મારી વિનંતી કે આપણા શહીદોમાંથી પ્રેરણા લઈને, આપણે પણ હાલના અંગ્રેજો સામે લડીએ: ગોપાલ ઇટાલીયા
📲Get App