🔥 TRENDING Delhi University Election: ABVP Wins P... ABVP clinches three DUSU posts as inde... Farmers Protesters Burn Government Pup... Delhi CM Rekha Gupta Welcomed by Hundr... Garbage collection halted at Mohali RM... Cafe Owner Attacked Over ₹400 Dispute...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગમાં આપી હાજરી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 19 Sep 2026, 04:38 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 19/09/2026

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગમાં આપી હાજરી

એક વર્ષથી હું જે બાબતે રજૂઆત કરતો હતો કે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં પંચાયતનું મકાન નથી, એ બાબતે સારા સમાચાર છે કે કાલાવડ ગામ સહિત બીજા ગામોમાં પંચાયતને મંજૂરી મળી છે: ગોપાલ ઇટાલીયા

રતાંગ મિયાવડલા - મોટી મોણપરી રોડ 30 વર્ષ પહેલા મંજૂર થયો હતો, પણ હજુ સુધી બન્યો નથી, એ મુદ્દા પર આજે ચર્ચા થઈ: ગોપાલ ઇટાલીયા

વિસાવદરની તાલુકા અદાલત અને દવાખાનાની જગ્યા ફાળવાઈ છે, ત્યાં વીજળી કંપનીના થાંભલા ઊભા છે, એ થાંભલા ખસેડવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો: ગોપાલ ઇટાલીયા

સરસાઈ ગામમાં જાહેર પ્લોટોની હરાજી કરવા માટે જાહેરનામું બહાર પાડવા કલેક્ટરે આપ્યો આદેશ: ગોપાલ ઇટાલીયા

અમારા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ મળીને રોડનું ખૂન કર્યું: ગોપાલ ઇટાલીયા

વિસાવદર તાલુકાના સરસાઈથી ચાંપરડા રોડ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા થઈ: ગોપાલ ઇટાલીયા

વિસાવદરના રાજપરા ગામ ખાતે 66kw નું સબ સ્ટેશન બની રહ્યું છે એ બાબતે ચર્ચા થઈ: ગોપાલ ઇટાલીયા

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા કામોમાં જે સમસ્યા આવતી હતી, તે મુદ્દે રજૂઆત કરી: ગોપાલ ઇટાલીયા

બધા કામ ઝડપથી શરૂ થાય અને ઝડપથી પૂરા થાય એ બાબતે રજૂઆત કરી: ગોપાલ ઇટાલીયા
📲Get App