🔥 ट्रेंडिंग विनोद कापड़ी की ‘पायर’ 23 अक्टूबर 2026... केंद्र ने कहा, कर्नाटक व महाराष्ट्र मे... केंद्र ने सूखे से प्रभावित राज्यों से... मुम्बई में सोमवार और मंगलवार को हल्की... भारी बारिश से पांडु नदी में बाढ़, कानप... उत्तर प्रदेश की महिलाएँ मुफ्त बिजली और...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ-લીમડીના 96માંથી 82 ગામો પ્રભાવિત થવાનો ખેડૂત આગેવાન મુકેશ ડાંગીનો આક્ષેપ; 2 ઓક્ટોબરની ગ્રામસભામાં ઠરાવ બાદ કલેક્ટર કચેરીએ જાહેરસભા યોજી આવેદન આપવાની તૈયારી

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 28 सित. 2026, 05:14 PM 👁 62
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાહોદ જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર

ઝાલોદ-લીમડીના 96માંથી 82 ગામો પ્રભાવિત થવાનો ખેડૂત આગેવાન મુકેશ ડાંગીનો આક્ષેપ; 2 ઓક્ટોબરની ગ્રામસભામાં ઠરાવ બાદ કલેક્ટર કચેરીએ જાહેરસભા યોજી આવેદન આપવાની તૈયારી

પંકજ પંડિત
ઝાલોદ


દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો છે. ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના આશરે 40 જેટલા ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્રિત થઈ વિકાસ યોજનાઓના કારણે ખેતીની જમીન સહિતની મિલકતો અસરગ્રસ્ત થતી હોવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર, જીઆઈડીસી, ઠુંઠીકંકાસિયા-દેહગામનો પ્રસ્તાવિત છ લેન રોડ, એરપોર્ટ, નવી રેલવે લાઈન તેમજ દાહોદથી ધાવડિયા સુધીનો ચાર લેન રોડ સહિતના વિવિધ પ્રોજેક્ટને કારણે મોટી સંખ્યામાં ખેડૂતોની જમીન અસરગ્રસ્ત થઈ રહી છે. ખેતીની જમીન ઉપરાંત ખેતરોમાં આવેલા મકાનો, કુવા અને અન્ય મિલકતો પણ સંપાદનની પ્રક્રિયામાં આવતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના આક્ષેપ મુજબ ઝાલોદ-130 વિધાનસભાના ઝાલોદ અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કુલ 96 ગામોમાંથી 82 ગામો વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે અને આ સમગ્ર મુદ્દે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
મીરાખેડી ખાતે યોજાયેલી બેઠકમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો અને આગેવાનો દ્વારા આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ 2 ઓક્ટોબરે યોજાનારી ગ્રામસભાઓમાં ખેડૂત વિરોધી ગણાતી યોજનાઓ રદ કરવા અંગે ઠરાવ કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ 3 ઓક્ટોબર બાદ અસરગ્રસ્ત ગામોના ખેડૂત આગેવાનોની બેઠકો યોજી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના જણાવ્યા મુજબ 11 અથવા 12 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેક્ટર કચેરી નજીક જાહેરસભા યોજ્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું છે. જમીન સંપાદન, વળતર, ખેતીની જમીન તેમજ અસરગ્રસ્ત પરિવારોના જીવનનિર્વાહ જેવા મુદ્દે સરકાર અને તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતોની માંગ છે.
ખેડૂત આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, જો રજૂઆતો બાદ પણ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ ન્યાય નહીં આપવામાં આવે તો આગામી તબક્કામાં સાંસદ, ધારાસભ્ય તેમજ તાલુકા સભ્યોની કચેરીઓ અને નિવાસસ્થાનોના ઘેરાવ સહિતના કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.
📲Get App