🔥 TRENDING 2100 ड्रोन से आसमान में साकार हुआ राम-... बहुजन समाज पार्टी की बहन कुमारी मायावत... ભુજ એસીબીએ હેડ કોન્સટેબલ વિપુલભાઇ પર લ... પ્રાંતિજ: નવા ધારાસભ્યના આગમન સમયે અખબ... Bhopal Station Video Shows Passengers... Faridabad Shooting: Neighbor Killed Ov...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં વરસાદથી મગફળી‑કપાસના પાકને 900 ગામોમાં ભારે નુકસાન, સાંસદ ભરત સુતરીયાની જમીનમાં પણ ફૂગ
Agriculture

અમરેલીમાં વરસાદથી મગફળી‑કપાસના પાકને 900 ગામોમાં ભારે નુકસાન, સાંસદ ભરત સુતરીયાની જમીનમાં પણ ફૂગ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Sep 2026, 02:30 PM 👁 79
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોમાસાની વિદાયમાં પડેલા ભારે વરસાદે અમરેલી જિલ્લામાં 900 ગામોમાં મગફળી અને કપાસના પાકને ગંભીર નુકસાન પહોંચાડ્યું, અને સાંસદ ભરત સુતરીયાએ પોતાની જમીનમાં પણ ફૂગની સમસ્યા જોયી.

ચોમાસાની વિદાય વખતે પડેલા ભારે વરસાદથી ગુજરાતના અમરેલી જિલ્લામાં આશરે 900 ગામોમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને સૌથી વધુ અસર પહોંચી છે.

અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પોતાની 18 વીઘા જમીનમાં પણ મગફળીના પાથરા પલળી જતાં ફૂગ લાગી ગયેલાં અને દાણા ફરી ઉગી નીકળતા જોયા. તેમણે જાતે ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની હાલત જોઈ દુઃખ વ્યક્ત કર્યું.

સુતરીયાએ કહ્યું કે “ખેડૂતને જેટલું નુકશાન થયું છે એટલી સહાય આપવી જરૂરી છે, હાલની સ્થિતિ ગંભીર છે. જેટલી સહાય મળશે એ પણ ઓછી પડશે.” તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ રૂબરૂ રજૂઆત કરી છે.

સરકાર સેટેલાઇટ છબીઓ દ્વારા હકદાર ખેડૂતોની ઓળખ કરશે અને સહાય પહોંચાડશે. સાથે સાથે, મગફળીની ખરીદી માટે ટેકાના ભાવે વધારો કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

બગસરા, સાવરકુંડલા, લાઠી, ધારી, આંબરડી, વડીયા પંથક જેવા ગામોમાં સૌથી વધુ નુકશાન નોંધાયું છે.
📲Get App