🔥 TRENDING Tripura ‘Bachao‑Bharat Jodo Yatra’: As... Himachal High Court Elevates Eight Off... Meerut Court Convicts Wife and Lover i... Himachal Minister Jagat Singh Negi Cal... Driver Seriously Injured in Road Colla... Contempt Proceedings Cleared Against G...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના ડુંમાળા ગામના વ્યક્તિના ફસાયેલા 90 હજાર રૂપિયા સુરેન્દ્રનગર એસપીની દરમિયાનગીરીથી પરત મળ્યા
Local

ધાંગધ્રાના ડુંમાળા ગામના વ્યક્તિના ફસાયેલા 90 હજાર રૂપિયા સુરેન્દ્રનગર એસપીની દરમિયાનગીરીથી પરત મળ્યા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 Aug 2026, 11:16 AM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂઆત કરવામાં આવતા દોઢ વર્ષથી અટવાયેલા 90 હજાર રૂપિયા પરત મળ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના ડુંમાળા ગામના એક વ્યક્તિના છેલ્લા દોઢ વર્ષથી ફસાયેલા 90 હજાર રૂપિયા આખરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની દરમિયાનગીરી બાદ પરત મળ્યા છે. આ રકમ મેળવવા માટે પીડિત વ્યક્તિએ લાંબા સમયથી સંઘર્ષ કરવો પડ્યો હતો.

પીડિત વ્યક્તિએ આ અંગે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને રૂબરૂ મળીને પોતાની સમસ્યા જણાવી હતી અને ન્યાય માટે રજૂઆત કરી હતી. એસપીએ આ મામલાને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસની સક્રિયતા અને દરમિયાનગીરીના પરિણામે, જે રકમ દોઢ વર્ષથી અટવાયેલી હતી તે એક જ હપ્તામાં પરત મળી ગઈ હતી. એસપીની આ કામગીરીથી પીડિત વ્યક્તિએ રાહત અનુભવી છે અને પોલીસ તંત્રનો આભાર માન્યો છે

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર
📲Get App