🔥 TRENDING Helly Shah’s Recent Performances Spotl... Salman Khan vows to curb unauthorized... Police Sub‑Inspector Arrested for Brib... Delhi Court Grants Conditional Bail to... *महावीर इंटरनेशनल के तत्वावधान में चर्... धमौल बाजार में नवरात्रि का उत्साह: कलश...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકામાં જુગારધામ પર એલસીબીનો દરોડો9 જુગારીઓ ઝડપાયા, ₹26,150નો મુદ્દામાલ જપ્ત

વિરમગામ તાલુકામાં જુગારધામ પર એલસીબીનો દરોડો9 જુગારીઓ ઝડપાયા, ₹26,150નો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Aug 2026, 03:01 PM 👁 98
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ની પ્રસંસનીય કામગીરી

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹26,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા મહાનિરીક્ષક રાધવેન્દ્ર વર્ત્સની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી.
એલસીબીના પી.આઈ. આર.એન. કરમટીયા તથા માર્ગદર્શન હેઠળ એ.સી. અનુપસિંહ સોલંકી અને એ.સી. ઇસ્માઈલખાન મિરઝાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટા ગોરૈયા ગામની સીમમાં ખેતરના શેઢા લીંબડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.પોલીસે સ્થળ પરથી ₹15,650 રોકડા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹26,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:
આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App