🔥 TRENDING NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis... Understanding Maharashtra’s Drought: W... Fadnavis Unveils BMC's 'Participate Mu... Maharashtra FDA Commissioner lauds IAS...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાવ-થરાદ જિલ્લા ના સુઈગામ વિસ્તારમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપ્યા...
Local

વાવ-થરાદ જિલ્લા ના સુઈગામ વિસ્તારમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપ્યા...

✍️ Reporter: Lalabhai D Darji 🗓 20 Aug 2026, 05:47 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુઈગામ વિસ્તારમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપ્યા...

વાવ થરાદ L C B પોલીસ સ્ટાફના માણસો સુઈગામ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સુઈગામ સિમ માં જુગાર ધામ ચાલી રહ્યું હોય..

સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં ગંજીપાનાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા નવ ઈસમોને રૂા.૫૮,૩૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.વાવ-થરાદ

પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ બનાસકાંઠા રેન્જ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબનાઓએ જીલ્લામાં પ્રોડી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે શ્રી એ.પી.ચૌધરી પો.ઈન્સ.એલ.સી.બી.વાવ-થરાદનાઓના માર્ગદર્શન ડેઠળ,

એલ.સી.બી.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા લગત પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મોરવાડા મુકામે રેઈડ કરી મોરવાડા-ભાભર રોડ નજીક આવેલ દેરાળી નામથી ઓળખાતા તળાવની પાળ પાસે બેટરી વડે ફોક્સ ચાલુ રાખી ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂા.૨૪,૮૦૦/- તથા ગંજીપાના નંગ-૧૦૪ કિં.રૂા.00/00 તથા મોબાઈલ નંગ-૭ કિં.રૂા.30,૫૦૦/- તથા ચાર્જિંગ બેટરી કિં.રૂા.3,000/- તથા ફોક્સ નંગ-૨ કિં.રૂા.00/00 સહિત કુલ કિ.રૂા.૫૮,૩૦૦/-ના મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો વિરૂદ્ધ જુગાર ધારા મુજબ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
📲Get App