🔥 TRENDING Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over... Bengaluru FIR Filed Over Attempt to De...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાણસીણામાં જુગાર ધામ પર પોલીસનો દરોડો:9 જુગારીઓ રૂ. 47 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
Crime

પાણસીણામાં જુગાર ધામ પર પોલીસનો દરોડો:9 જુગારીઓ રૂ. 47 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 10:34 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાણસીણામાં જુગાર ધામ પર પોલીસનો દરોડો:9 જુગારીઓ રૂ. 47 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

લીંબડી તાલુકાના પાણસીણા ગામે આંબેડકરવાસ વિસ્તારમાં પોલીસે જુગાર ધામ પર દરોડો પાડયો છે. આ કાર્યવાહીમાં 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 47,040 સહિત કુલ રૂ. 47,040નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર જેવી સામાજિક બદી સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. ૨બારીના માર્ગદર્શન હેઠળ પાણસીણા પોલીસે આ કાર્યવાહી કરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે પાણસીણા ગામના આંબેડકરવાસ વિસ્તારમાં આવેલા એક બંધ ખંડેર મકાનમાં ગંજીપત્તાના આધારે તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો અને 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 47,040 રોકડ, ગંજીપત્તાના પત્તા અને ચાર સીલબંધ ગંજીપત્તાની કેટ મળી કુલ રૂ. 47,040નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓના નામ અને સરનમા :

(૧) કિશનકુમાર પરષોતમભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો-ડ્રાઇવીંગ રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૨) ડાયાભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉ.વ.૫૫ ધંધો-મજુરી રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુ.નગર

(3) જયેશભાઇ દલપતભાઇ ડોડીયા ઉ.વ.30 ધંધો-મજુરી રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૪) રાજેશભાઇ જશવંતભાઇ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.પાણસીણા વણકરવાર તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૫) જયેશભાઇ પેથાભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો-અભ્યાસ રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૬) ત્રીભોવનભાઇ પુજાભાઇ ડોરીયા ઉ.વ.૬૫ ધંધો-મજુરી રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૭) વિપુલભાઇ વશરામભાઇ રાતોજા ઉ.વ.33 ધંધો-મજુરી રહે.ખંભલાવ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૮) નરેશકુમાર પ્રેમજીભાઇ ડોરીયા ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.પાણસીણા વણકરવાસ તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર

(૯) યુવરાજસિંહ વજેસિંહ પઢીયારઉ.વ.૪૫ ધંધો-GISF રહે.પાણસીણા શ્રીમાળીશેરી તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર
📲Get App